કચ્છ બોર્ડર રેન્જ ; ‘ઓપરેશન સિંદૂર’ વખતે, સલામતી દળોનું સંકલન લાજવાબ: ડીજીપી
ભુજ-કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) ગુજરાત અને એમાં પણ ખાસ કરીને બોર્ડર રેન્જમાં પોલીસની કામગીરી વધુ પ્રજાલક્ષી બને અને લોકોને પોલીસ પાસેથી શું અપેક્ષાઓ છે એ જાણવા, પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંદૂર’ વખતે તમામ સલામતી એજન્સીઓના સંકલન અને બોર્ડર રેન્જનું ઇન્સ્પેક
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે ભુજની મુલાકાત લીધી


ભુજ-કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) ગુજરાત અને એમાં પણ ખાસ કરીને બોર્ડર રેન્જમાં પોલીસની કામગીરી વધુ પ્રજાલક્ષી બને અને લોકોને પોલીસ પાસેથી શું અપેક્ષાઓ છે એ જાણવા, પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંદૂર’ વખતે તમામ સલામતી એજન્સીઓના સંકલન અને બોર્ડર રેન્જનું ઇન્સ્પેક્શન કરવા ગુજરાતના પોલીસવડા વિકાસ સહાય શુક્રવારે ભુજ પહોંચ્યા હતા. બોર્ડર રેન્જમાં આવતા પોલીસ જિલ્લાઓ પશ્ચિમ અને પૂર્વ કચ્છ, બનાસકાંઠા અને પાટણના પોલીસ વડાઓની અમ્બ્રેલા એવી ડીઆઇજી કચેરીનું નિરિક્ષણ કરવા ઉપરાંત સ્થાનિક એજન્સીઝ સાથે મીટીંગ અને અમુક સામાન્ય નાગરિકોની સમસ્યાઓ જાણી હતી.

22 અરજદારોને રૂબરૂ મળ્યા, બાકીના મુદ્દા પણ ધ્યાને લેવાશે-

ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયે સાંજે માધ્યમો સાથે વાત કરતાં સ્વીકાર્યું હતું કે, તેઓ 22 અરજદારોને રૂબરૂ મળી શક્યા હતા. બાકીનાની અરજીઓ લઇ લીધી છે તેમની રજૂઆતોને પણ પ્રાધાન્યપૂર્વક ઉકેલવા સૂચના આપી દેવાશે. સમયનો અભાવ હોવાના લીધે તેઓ તમામ અરજદારોને ડીઆઇજી ઓફિસમાં મળી શક્યા ન હતા પણ આ તમામના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવશે.

‘ઓપરેશન સિંદૂર’ વખતે કચ્છ સરહદનું સંકલન કાબિલેદાદ-

ઓપરેશન સિંદૂર વખતે કચ્છ બોર્ડર રેન્જ પોલીસ ઉપરાંત બીએસએફ, એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ સહિતની તમામ સલામતી એજન્સીઓએ કરેલી સંકલનભરેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને જે અભિનંદનને પાત્ર હોવાનું કહ્યું હતું. ઓપરેશન સિંદૂર વખતેની કામગીરી માટે ખાસ ડીજી સહાયે તમામ એજ્સીઝની ખાસ નોંધ લીધી હતી. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો છે કે તે વખતે કરાયેલી કામગીરીનો ફીડબેક પણ લેવામાં આવ્યો છે. સરવાળે સુદ્ઢ અને ઉત્તમ કામગીરી થઇ હતી.

પોલીસ બોર્ડર રેન્જનું પણ ઇન્સ્પેક્શન-

તેમની મુલાકાતના ત્રીજા પરીબળ બોર્ડર રેન્જની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જોકે, તેમાં હાલ સુધીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને બાકીનું કરાઇ રહ્યું છે. તેમાં પણ ક્યાંય ખામી હશે તો તે મુજબની સુધારણાને અવકાશ રહેશે.

3 વાત તમારી, 3 વાત અમારી-

ડીજી વિકાસ સહાયે કહ્યું કે, પોલીસના આઉટરિચ કાર્યક્રમ અંતર્ગત નાની પોલીસ ચોકીના હવાલદારથી માંડીને પોલીસ કમિશ્નર સુધીના તમામ પોલીસ અધિકારીઓએ દર બે મહિને તેમના વિસ્તારના લોકોને મળતા રહેવાનું છે. લોકોની પોલીસ પરત્વેની અપેક્ષા અને લોકો પાસેની અપેક્ષાના આદાન પ્રદાનની સાથે પોલીસ વધુ પ્રજાલક્ષી બને તેવા આશયથી કામગીરી કરવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande