મુખ્યમંત્રીની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે, ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી
ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત, ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચીએ જાપાનના મિનિસ્ટર ઓફ ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ કોયોકો હોકુગો સાથે ગાંધીનગરમાં લીધી હતી. જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દ
ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત


ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત


ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત


ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત, ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચીએ જાપાનના મિનિસ્ટર ઓફ ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ કોયોકો હોકુગો સાથે ગાંધીનગરમાં લીધી હતી.

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન,,, ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીને શુક્રવારે મળ્યા હતા.

ભારત જાપાન ફ્રેન્ડશીપના ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જાપાન ગુજરાત સાથેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઈચ્છુક છે. એટલું જ નહિ, ગુજરાતમાં ૩૫૦થી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને જે સહયોગ મળી રહ્યો છે તે પણ પ્રશંસનીય છે તેમ શ્રીયુત ઓનો કેઈચીએ જણાવ્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, જાપાન માટે ગુજરાત સેકન્ડ હોમ છે ગુજરાતમાં બે જાપાન ટાઉનશીપ, જાપાનીઝ રેસ્ટોરન્ટ અને જાપાનીઝ ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ જાપાનની સહભાગીતાનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જાપાનના તત્કાલિન વડાપ્રધાન શીન્ઝો આબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઈન્ડો-જાપાન એન્યુઅલ સમિટ 2017 દરમિયાન થયેલા સમગ્ર MOU ફળીભુત થયા છે.

જાપાનના રાજદૂતે ખાસ કરીને ધોલેરા SIRમાં સેમીકોન ઇન્ડસ્ટ્રીઝના વિકાસની ભૂમિકા આપતા કહ્યું કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રે જાપાનની નિપૂણતાનો ગુજરાતને લાભ મળે તેવી તેમની નેમ છે.

જાપાનની ઘણી સેમીકોન કંપની ધોલેરામાં રોકાણો માટે ઉત્સુક છે તે માટે ગુજરાત સરકાર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને માનવ સંસાધન વિકાસ માટેની સુવિધાઓ વધુ સંગીન બનાવે તેવો અનુરોધ તેમણે મુખ્યમંત્રીશ્રીને કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સેમિકન્ડક્ટર સેક્ટરને વિશેષ અગ્રતા આપે છે. એટલું જ નહીં, નિશ્ચિત સમયાવધિમાં જરૂરી બધી જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પૂરી પાડવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે.

જાપાનના રાજદૂતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં શ્રેષ્ઠ ઇકો સિસ્ટમ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે જાપાનની મિઝુહો બેન્ક દ્વારા ધોલેરા અને જાપાનના સેમીકોન પાર્કમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ આ સર્વેમાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સહયોગની તત્પરતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, સેમીકોન ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય અને ગુજરાતને સેમિકન્ડકટર હબ બનાવવામાં આ સર્વે ઉપયુક્ત બનશે.

જાપાન રાજદૂત શ્રીયુત કેઈચીએ ગુજરાતમાં EV ઉત્પાદન માટે જાપાનની કંપનીઝની ઉત્સુકતા દર્શાવવા સાથે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેઈલ કોરીડોર-બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ પરસ્પર સહકારથી વધુ ગતિ લાવવાની હિમાયત આ બેઠકમાં કરી હતી.

તેમણે જાપાન-ભારત-ગુજરાતના સંબંધોનો સેતુ વાણિજ્ય-ઔદ્યોગિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનથી વધુ મજબુત કરવાની નેમ પણ દર્શાવી હતી.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande