પ્રાકૃતિક ખેતી અંગે ભાગલ અને સેગવી ગામમાં યોજાઈ તાલીમ
વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- નેચરલ ફાર્મિંગ મિશન અંતર્ગત વલસાડના ભાગલ અને સેગવી ગામમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ. ભાગલ ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ વિભાગ દ્વારા 125 ખેડૂતોને કીટ આપવાની જાહેરાત પણ કરવામાં આવી. સેગવી ગામે 45 જેટલા
પ્રાકૃતિક ખેતી અંગે ભાગલ અને સેગવી ગામમાં યોજાઈ તાલીમ


વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- નેચરલ ફાર્મિંગ મિશન અંતર્ગત વલસાડના ભાગલ અને સેગવી ગામમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ. ભાગલ ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ વિભાગ દ્વારા 125 ખેડૂતોને કીટ આપવાની જાહેરાત પણ કરવામાં આવી. સેગવી ગામે 45 જેટલા ખેડૂતોે તાલીમ મેળવી હતી.

તાલીમમાં જીવામૃત બનાવવાની પદ્ધતિ, દેશી ગાય અને ગીર ગાયના ફાયદા અને આર્થિક રીતે વધુ લાભદાયી પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્થાનિક સરપંચ મુકુંદભાઈ અને કૃષિ સખી સુચિતાબેને મહત્વની માહિતી આપી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande