પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર ના કાકોશી હાઇવે ઉપર આવેલ નવ જીવન હોટેલ દ્રારા સંચાલિત સ્વાદ હોટેલ દ્રારા લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.
કાકોશી ચાર રસ્તા ખાતે આવેલ હીરા ઘસવા આવતા મજૂર તરીકે રાઠોડ દિલીપસિંહે જણાવ્યુ હતુ કે બપોરે જમવાના સમયે બે વાગ્યા ના અરસા મા કાકોશી ચાર રસ્તા ખાતે આવેલ સ્વાદ હોટેલે જમવાનું પાર્સલ લેવા ગયા હતા જ્યા મિક્સ સબ્જી અને દાળ લીધી હતી જે જમવા બેસતા સમયે મિક્સ સબ્જી કાઢી ને જોતા તેમા ઈયળ અને અન્ય જીવાતો જોવા મળતા અમે પાર્સલ લઇને હોટેલ પાછા ગયા ત્યા અમને સબ્જી ની કિંમત 50 રૂ પાછા આપ્યા હતા.અને કોઈ બિલ આપવામા આવ્યુ ન હતુ.
ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે છેડા કરતી હોટેલ અને હોટેલ માલિકો ઉપર કડક કાર્યવાહી કરવામા આવે એવી લોકોએ માંગ કરી હતી.
સિદ્ધપુર તાલુકા ના સેવાણી ગામે રહેતા હોટેલ માલીક ઇમદાદભાઈ સુંણસરા ને ટેલીફોનીક માધ્યમ થી આ અંગે પૂછતા જણાવ્યુ હતુ કે હુ અમદાવાદ એક મીટીંગ મા છુ પછી વાત કરુ એમ જણાવી આવી ગંભીર બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર