પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : ટી. એન્ડ એચ. એ. એડનવાલા હાઈસ્કૂલ સિધ્ધપુર,કાકાજી ડે ની ભવ્ય ઉજવણી તા 12/7/2025ના રોજ 'કાકાજી ડે' ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન ડૉ. શિવ શંકર જોષી સાહેબ, અતિથિ વિશેષ એન. ડી.સાંઈ , વાલીગણ, ઇન્ચાર્જ આચાર્ય, સ્ટાફ ગણ,તથા એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કુરાન પાકની તિલાવત કરવામાં આવી.
મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઇન્ચાર્જ આચાર્ય એમ. આઈ સૈયદએ કર્યું. ત્યારબાદ બૂકે, સાલ અને મોમેન્ટ આપી મહેમાનો નું સન્માન કરવામાં આવ્યું. શાળામાં વર્ષ દરમિયાન નિયમિતતા,અભ્યાસિક, સહ અભ્યાસિક પ્રવૃત્તિ,સ્વચ્છતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ધો 9 થી 12 ના તમામ વર્ગમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મહેમાન દ્વારા એવોર્ડ, પ્રમાણપત્ર અને 1000 રૂપિયાનું રોકડ રકમ આપી પુરસ્કુત કરવામાં આવ્યા.
મુખ્ય મહેમાન ડો શિવશંકર જોશી સાહેબ તથા એન ડી સાંઈએ વિધાર્થીઓ જીવન માં આગળ વધે, મોબાઈલ જેવી ટેકનોલોજી નો સદુપયોગ કરે ને જીવનમાં મહેનત, ધગશ ને જિજ્ઞાસા વૃતિ કેળવે, સાથે સાથે અશક્ય જેવું કશું નથી એ બાબત ઉપર ભાર મૂકી ક્ષમતા લક્ષી માર્ગદર્શન પૂરું પાડી એવોર્ડ મેળવનાર તમામે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ. જી મીરએ કરેલ હતું .આભાર વિધિ જે.પી પ્રજાપતિએ કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર