સાતલપુરથી મીઠાના અગર સુધીનો માર્ગ બિસ્માર,માર્ગને મજબૂત કોંક્રિટ રોડ તરીકે બનાવવામાં સ્થાનિકોની ઉગ્ર માંગ
પાટણ, 12 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સાતલપુર ગામથી મીઠાના અગર સુધીનો પાંચ કિલોમીટર લાંબો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. આ માર્ગ જિલ્લાના મુખ્ય મીઠા ઉદ્યોગ માટે જીવાદોરી સમાન છે, જેનાથી હજારો લોકોની રોજી-રોટી જોડાયેલી છે. છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગની
સાતલપુરથી મીઠાના અગર સુધીનો માર્ગ બિસ્માર,માર્ગને મજબૂત કોંક્રિટ રોડ તરીકે બનાવવામાં સ્થાનિકોની ઉગ્ર માંગ


સાતલપુરથી મીઠાના અગર સુધીનો માર્ગ બિસ્માર,માર્ગને મજબૂત કોંક્રિટ રોડ તરીકે બનાવવામાં સ્થાનિકોની ઉગ્ર માંગ


પાટણ, 12 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સાતલપુર ગામથી મીઠાના અગર સુધીનો પાંચ કિલોમીટર લાંબો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. આ માર્ગ જિલ્લાના મુખ્ય મીઠા ઉદ્યોગ માટે જીવાદોરી સમાન છે, જેનાથી હજારો લોકોની રોજી-રોટી જોડાયેલી છે. છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે અને હવે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે.

માર્ગ પર આવેલા ત્રણ પુલિયા અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે તૂટી પડવાની ભીતિ છે. આ બિસ્માર માર્ગને કારણે મીઠાના પરિવહન અને સામાન્ય વાહનવ્યવહારમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. અકસ્માતની સંભાવનામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

સ્થાનિક લોકો અને ઉદ્યોગકારોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે ત્રણેય પુલિયાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને આખા માર્ગને મજબૂત કોંક્રિટ રોડ તરીકે બનાવવામાં આવે. જો તરત માર્ગની સ્થિતિમાં સુધારો નહીં થાય તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande