પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના જીલીયા ગામના યુવક સેંધાજી ગોવીંદજી ઠાકોર બેંકમાં રૂપિયા 1.57 લાખની રોકડ જમા કરવા જઇ રહ્યા હતા, ત્યારે ચોરીની ઘટના બની. રસ્તામાં એક અજાણ્યા શખ્સે ગાડીના આગળના ટાયરમાં પંક્ચર હોવાનું કહી તેમને અટકાવ્યા હતા. સેંધાજી ટાયર ચકાસવા ઉતર્યા ત્યારે તેમને પંક્ચર જોવા મળ્યું ન હતું.
ટાયર તપાસ્યા બાદ તેઓ પાછા ગાડીમાં આવ્યા ત્યારે બાજુની સીટ પર મૂકેલી રોકડ ભરેલી બેગ ગાયબ મળી. ફરિયાદ મુજબ, આ ચોરી અજાણ્યા શખ્સે થઈ હોવાનું જણાયું છે.
સેંધાજી ઠાકોરે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર