દાત્રાણા ગામમાં જાતિઅધારિત મારામારી કેસમાં સરપંચ સહિત 14 સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો
પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરના કીચડને લઈને થયેલી બોલાચાલી ઉગ્ર બની, અને આખરે જાતિઅધારિત વિવાદમાં ફેરવાઈ. અનુસૂચિત જાતિના ખેડૂત મુળજીભાઈ દાનાભાઈ રણમલભાઈ ધવલે (ઉ.વ. 43) દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનમા
દાત્રાણા ગામમાં જાતિઅધારિત મારામારી કેસમાં સરપંચ સહિત 14 સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો


પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરના કીચડને લઈને થયેલી બોલાચાલી ઉગ્ર બની, અને આખરે જાતિઅધારિત વિવાદમાં ફેરવાઈ. અનુસૂચિત જાતિના ખેડૂત મુળજીભાઈ દાનાભાઈ રણમલભાઈ ધવલે (ઉ.વ. 43) દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, ગામના સરપંચ જીવણ સવાભાઈ આહીર JCB મશીનથી રસ્તાનો કીચડ હટાવી રહ્યા હતા ત્યારે ફરિયાદીના ભાઈ માદેવભાઈએ તેમના ઘર આગળના શોષ ખાડાને નુકસાન ન થાય એ માટે મશીન થોડું દૂર ચલાવવાની વિનંતી કરી હતી. આ વાતથી સરપંચ ગુસ્સે થઈ ગયા અને ફરિયાદીને જાતિ વિષયક અપશબ્દો કહીને મારમાર્યો હતો.

આ દરમિયાન કિશનભાઈ જીવણભાઈ આહીર, ભચાભાઈ ઉર્ફે ભપ્પો પાતાભાઈ આહીર સહિત અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા અને મળીને ફરિયાદી તથા સાક્ષીઓને લાકડા અને ગડદાપાટુથી માર મારી જાતિઅપમાનજનક શબ્દો કહ્યા હતા. સાંતલપુર પોલીસે સરપંચ સહિત સાત ઓળખાયેલા અને સાત અજાણ્યા વ્યક્તિઓ સામે IPC-2023ની કલમો, એટ્રોસિટી એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande