પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસ બાબતે પાટણના સરસ્વતી તાલુકાના વારેડા ગામના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મહેન્દ્રભાઈ ઉમેદભાઈ ચમાર, ઉમેદભાઈ નાનજીભાઈ ચમાર, લીલાબેન ઉમેદભાઈ ચમાર અને મંજુલાબેન ઉમેદભાઈ ચમાર આરોપી તરીકે નામાયેલ છે. મહિલાનું કહેવું છે કે આ ચારેય વ્યક્તિઓ વારંવાર તેને ત્રાસ આપતા અને દહેજની માગણી કરતા હતા.
આ ઉપરાંત, મહિલાએ જણાવ્યું છે કે આરોપીઓએ ગુનો આચરવામાં એકબીજાને સહકાર આપ્યો હતો. સિદ્ધપુર પોલીસે આરોપીઓ સામે BNS કલમ ૨.૮૫, ૫૪ અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૩ અને ૭ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર