પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં 25 વર્ષીય હિતેશભાઈ બાબુભાઈ પરમાર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. 15 જુલાઈના રોજ સવારે સાડા નવ વાગ્યે હિતેશભાઈ પોતાના ખેતરે જવા નીકળી રહ્યા હતા ત્યારે ધરવડી ત્રણ રસ્તા પાસે રમેશભાઈ ઠાકોરે તેમને જાતિવાચક અપશબ્દો કહ્યા હતા.
આરોપીએ ફરિયાદીને મોટરસાયકલ પર બેસાડી પોતાના ઘરના નજીક લઈ જઈને નાક પર કડાથી માર્યો હતો. ત્યારબાદ રમેશભાઈ કરશનભાઈ ઠાકોર અને બાબુભાઈ કરશનભાઈ ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બાબુભાઈએ લાકડી વડે અને રમેશભાઈએ ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો.
ફરિયાદ પ્રમાણે, ત્રણે આરોપીઓએ “ટાંટિયા ભાંગી નાખવાની” ધમકી આપી હતી. રાધનપુર પોલીસ સ્ટેશને IPCની વિવિધ કલમો, જી.પી. એક્ટ કલમ 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર)(એસ) અને 3(5)(5-એ) હેઠળ ત્રણે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર