ભાવનગર 17 જુલાઈ (હિ.સ.) આજરોજ મહુવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભારતીય સંઘ (આઈ.એમ.એ.) મહુવા શાખા અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોક્ટરો તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ ગર્ભાવસ્થામાં માવતીઓમાં પોષણની યોગ્ય સમજ વધારવી અને ભવિષ્યમાં થનારા બાળકોના આરોગ્યને મજબૂત બનાવવાનું હતું. ખાસ કરીને ઓછા વજનવાળી સગર્ભા માતાઓના પોષણમાં સુધારો લાવવા માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વિતરણ કરાયેલ કીટમાં લોહતત્વ, કૅલ્શિયમ, વિટામિન અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર હોય તેવા આહાર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન માતાઓને યોગ્ય ખોરાકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે સશક્ત પોષણ રાખવાની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. સાથે સાથે નિયમિત ચકાસણી અને પૂરતું આરોગ્ય સેવાઓનું લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિથી માવતીઓમાં પોષણ જાગૃતિ વધે તેવા આશય સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek