જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં સ્ટોલ રાખવા પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યું હતું. જેના માટે અગાઉ નકકી થયુ તે મુજબ વહિવટી તંત્ર દ્વારા આજે ઓનલાઇન ટેન્ડરો ખોલવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટર મનિષ કટારીયા, કિશન માડમ, અરવિંદ સભાયા ઉપરાંત એસ્ટેટ વિભાગના હરેશ વાણીયા સહિતના અધિકારીઓ હાજર રહયા હતા અને ઓનલાઇન ટેન્ડરને ખોલવામાં આવ્યુ હતું.
મળતી માહિતી મુજબ આ મેળામાં કુલ ૪૩ પ્લોટની હરરાજી કરવામાં આવશે જેમાં ૩૫ પ્લોટ ઓફલાઇન ટેન્ડર તા. ૨૪ના રોજ ખુલશે આજે ૮ પ્લોટનું ઓનલાઇન ટેન્ડર ખોલવામાં આવ્યુ છે જેમાં કોર્પોરેશનને ૯૪ લાખની સીધી આવક થઇ હતી.
આ લોકમેેળામાં મશીન મનોરંજનના ૬ પ્લોટ, ચિલ્ડ્રન રાઇડસના ૮, આઇસક્રીમના ૨, રમકડાના ૬, ખાણી પીણીના ૭ અને મીની રાઇડસ અને પોપકોર્નના ૭-૭ પ્લોટ ફાળવવામાં આવ્યા છે ગયા વર્ષે કુલ ૪૯ પ્લોટ ફાળવાયા હતા જેમાં ચિલ્ડ્રન રાઇડસ ૭, આઇસક્રીમ ૨, રમકડા ૮, ખાણીપીણી ૧૦, મીની રાઇડસ ૮ અને પોપર્કોનના ૭ સહિત પ્લોટ ફાળવાયા હતા આ વર્ષે ગયા વર્ષ કરતા ૬ પ્લોટ ઓછા છે.
તા. ૨૪ના રોજ ૩૫ પ્લોટ માટે ઓફલાઇન ટેન્ડર ખુલશે બાજુમા કામચલાઉ એસટી બસ સ્ટેન્ડ છે ત્યારે આ મેળામાં બેકાબુ ગીર્દી પણ થશે અને લોકો ખુબ જ પરેશાન થશે એ વાતતો નકકી છે.
જામનગરના પ્રદર્શન મેદાનમા કોર્પોરેશન આયોજીત ૧૫ દિવસના લોકમેળામાં વ્યવસ્થા કઇ રીતે કરી તે માટે જીલ્લા કલેકટર કેતન ઠકકર, મ્યુ. કમિશ્નર દિનેશ મોદી, જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ વચ્ચે એક મિટીંગ થઇ હતી અને મેળાની વ્યવસ્થા અંગેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT