જમ્મુ અને કાશ્મીરમાં, 5 લાખ બેઘર લોકોને કાયમી આશ્રય મળશે: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
શ્રીનગર, નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે જણાવ્યું હતું કે,” કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં લગભગ પાંચ લાખ લોકોને ઓળખી કાઢ્યા છે, જેમની પાસે પાકા ઘર નથી. તેથી, સરકારી યોજના
જમ્મુ


શ્રીનગર, નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.)

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે જણાવ્યું હતું કે,” કેન્દ્ર

સરકારે જમ્મુ અને કાશ્મીરમાં લગભગ પાંચ લાખ લોકોને ઓળખી કાઢ્યા છે, જેમની પાસે

પાકા ઘર નથી. તેથી, સરકારી યોજના

હેઠળ તેમને આવાસ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લાભાર્થીઓને ઓળખવા માટે એક

સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ચકાસણી પૂર્ણ થયા પછી આવાસ ફાળવણી શરૂ થશે. ચકાસણી

મહત્વપૂર્ણ છે જેથી કોઈ અયોગ્ય નામ શામેલ ન થાય.”

શ્રીનગરમાં એક પત્રકાર પરિષદમાં મંત્રી ચૌહાણે કહ્યું કે,”

વડાપ્રધાને હજુ પણ ઘરથી વંચિત લોકોને કાયમી આશ્રય આપવાનો નિર્ણય લીધો છે.” ચૌહાણે

કહ્યું કે,” રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) હેઠળ ગ્રામીણ

ગરીબી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓમાં.” તેમણે કહ્યું કે,” સ્વ-સહાય જૂથો

દ્વારા, સરકાર લખપતિ દીદી

યોજના હેઠળ મહિલાઓની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી વધુ વધારવાનું લક્ષ્ય રાખી રહી છે.”

ચૌહાણે કહ્યું કે,” જમ્મુ અને કાશ્મીરમાં આ યોજના આગળ વધી

રહી છે અને ઘણી મહિલાઓએ પહેલાથી જ લખપતિનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. તેમણે 1૦

લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતી મહિલાઓ માટે મિલેનિયલ દીદી નામની નવી

શ્રેણીનો પણ ઉલ્લેખ કર્યો.”

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande