પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તા.04 જુલાઈ, શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે બિરલા હોલ પોરબંદર ખાતે, પ્રધાનમંત્રી અન્ન સંતૃપ્તિકરણ અભિયાન તથા ગુજરાત શહેરી વિકાસ વર્ષ–2025 ની ઉજવણી અંગેના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપશે ત્યારબાદ મંત્રીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પોરબંદર ખાતે સભાખંડમાં મોન્સુન આયોજન અને સંકલનના પ્રશ્નો અંગે રીવ્યુ બેઠક યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya