ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનાના કેસમાં ગુનેગારને ગુજરાતમાં સૌપ્રથમ વખત ભરૂચમાં સજા
-ઇસ્માઈલ અઝીઝ અબ્દુલ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ -એસપીપી કૃણાલ ચાવડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ જજે સજા અને દંડનો હુકમ કર્યો -ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 માં વર્ષ 2017 માં સુધારાઓ ક
ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનાના કેસમાં ગુનેગારને ગુજરાતમાં સૌપ્રથમ વખત ભરૂચમાં સજા


-ઇસ્માઈલ અઝીઝ અબ્દુલ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ

-એસપીપી કૃણાલ ચાવડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ જજે સજા અને દંડનો હુકમ કર્યો

-ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 માં વર્ષ 2017 માં સુધારાઓ કરવામાં આવ્યા હતા

-1954 ની જોગવાઈઓમાં તકસીરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા અને 1 લાખના દંડની સજા

ભરૂચ 3 જુલાઈ (હિ.સ.) ભરૂચ જિલ્લામાં ગૌવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતનો ગુનો નોંધાતા તે બાબતનો કેસ ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા અને ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 માં વર્ષ 2017 માં કરવામાં આવેલા સુધારાઓ બાદ કતલ કરવા માટે ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનાના કેસમાં ગુનેગારને ગુજરાતમાં સૌપ્રથમ વખત ભરૂચના ઇસ્માઈલ અઝીઝ અબ્દુલ વોરાને સજા સાથે દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં કોઈપણ જાતના પાસ પરમીટ વિના કતલ કરવા માટે ગૌવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતે ઇસ્માઈલ અઝીઝ અબ્દુલ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ. જે ગુનાની ટ્રાયલ સેશન્સ કેસ નં. 80/2022થી ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયેલ જે કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કૃણાલ ચાવડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈએ આરોપી ઈસ્માઈલ અઝીઝ અબ્દુલ વોરાને પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 ની જોગવાઈઓ હેઠળના ગુના માટે તકસીરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા તથા 1 લાખના દંડની સજા ફરમાવતો ચુકાદો તા. 02/07/2025 ના રોજ આપેલ છે.

અત્રે એ બાબત નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 માં વર્ષ 2017 માં કરવામાં આવેલા સુધારાઓ બાદ કતલ કરવા માટે ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનાના કેસમાં ગુનેગારને ગુજરાતમાં સૌપ્રથમ વખત ભરૂચના ઉપરોક્ત જણાવેલ કેસમાં સજા થયેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande