પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. કે.એન. અધેરા અને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં ટ્રાફિક અવરનેશ કરવામાં આવી હતી જેમાં સીમર ગામ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ જે પોરબંદર શહેરમાં પ્રવાસમાં આવ્યા હતા તેઓની મુલાકાત કરી વિધાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાણકારી આપી હતી જેમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, હેલ્મેટ પહેરવાથી અને સીટ બેલ્ટ બાંધવાથી શું ફાયદો થાય છે તેમજ વાહન હંમેશા ઘીમે ચલાવવા તેમજ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા અને ડ્રાઈવિંગ લાયસન્સ ક્યારે અને કેવી રીતે નીકળે તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ગુડ સમરીટન યોજના (રાહવીર યોજના) બાબતે વિગતવાર જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપી તેમની સલામતી અને સુરક્ષા માટે આ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને તેના વાલી અને સગાં સંબંધીઓને પણ આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya