પાટણ નગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ અને વિકાસના વચનો
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 1 ના કોંગ્રેસ ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના શાસન પર આક્ષેપ કરતાં જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી ભાજપના
પાટણ નગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ અને વિકાસના વચનો


પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 1 ના કોંગ્રેસ ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના શાસન પર આક્ષેપ કરતાં જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી ભાજપના શાસનમાં નગરપાલિકા 32 કરોડના દેવામાં પહોંચી છે અને જનતા પર વેરાનો બોજ બમણો થયો છે. તેમણે ગેસના ભાવ વધવાની શક્યતા પણ વ્યક્ત કરી.

શહેરની હાલત અંગે તેમણે કહ્યું કે પાટણમાં ગટરો ઉભરાવા અને રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની છે. સરકાર દ્વારા મળેલા “સ્વચ્છ નગરપાલિકા”ના દરજ્જા પર તેમણે સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવારોને ચૂંટણીમાંથી હટાવવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી.

કોંગ્રેસ સત્તામાં આવશે તો પાંચ વર્ષ સુધી વેરામાં વધારો નહીં થાય અને શહેરના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે તેવી ખાતરી આપી. ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ખાસ આયોજન તથા લારી-ગલ્લા અને રિક્ષાચાલકોને રાહત આપવાના વચનો આપ્યા અને મતદારોને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande