કચ્છના વરિષ્ઠ રાજકીય નેતા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનું નિધન, જિલ્લામાં શોકની લાગણી વ્યાપી
કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં માનવતા, સાદગી અને સંસ્કારોથી ભરપૂર જીવન જીવેલા વરિષ્ઠ રાજકીય આગેવાન તથા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ આહિર (શેઠ)ના નિધનના સમાચાર સામે આવતા સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનથી
Jiva


કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં માનવતા, સાદગી અને સંસ્કારોથી ભરપૂર જીવન જીવેલા વરિષ્ઠ રાજકીય આગેવાન તથા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ આહિર (શેઠ)ના નિધનના સમાચાર સામે આવતા સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનથી રાજકીય ક્ષેત્ર સાથે સમાજજીવનમાં પણ એક મોટી ખોટ ઊભી થઈ છે.

જીવાભાઈ આહિર માત્ર રાજનેતા જ નહોતા, પરંતુ તેઓ લોકોના દિલમાં વસેલા માનવી હતા. ગામડાઓના ઓટલા પર બેઠેલા વડીલોની ચર્ચામાં આજે પણ એક વાત ખાસ સાંભળવા મળે છે કે, “રાજકારણમાં જીવાભાઈ શેઠ જેવા સાદગીભર્યા અને હખર માણસ ભાગ્યે જ જોવા મળે.” તેમની આ ઓળખ તેમની નિષ્ઠા અને નિSwાર્થી સેવા ભાવનાનું પ્રતિબિંબ છે.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જિલ્લાનાં લગભગ દરેક ખૂણે પહોંચીને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. તેઓએ માત્ર વિકાસ કાર્યો જ નહીં, પરંતુ કાર્યકર્તાઓને જોડવાનો અને પ્રેરિત કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. તેમના સતત પ્રવાસ અને સંપર્કથી અનેક નવા કાર્યકર્તાઓ ઊભા થયા, જે આજે પણ તેમના માર્ગદર્શનને યાદ કરે છે.

તેમનો સ્વભાવ અત્યંત સહજ અને સાદો હતો. તેઓ નાતજાત કે સામાજિક ભેદભાવ વિના દરેક વ્યક્તિને આત્મિયતાથી મળતા. સામાન્ય માણસ સાથેનો તેમનો જોડાણ તેમને લોકપ્રિય બનાવતું મુખ્ય કારણ હતું. રાજકારણમાં પણ તેઓ હંમેશા સિદ્ધાંતોને મહત્વ આપતા અને વ્યક્તિ કરતાં પક્ષને પ્રાથમિકતા આપવાની સલાહ આપતા.

તેમણે જીવનભર શીખવ્યું કે, ધીરજ અને ઉત્સાહ રાજકારણમાં સફળતાના મૂળ મંત્ર છે. તેમની આ શિખામણ ઘણા કાર્યકર્તાઓ માટે આજે પણ માર્ગદર્શક બની રહી છે. તેમના વિચારો અને મૂલ્યોને અપનાવીને અનેક લોકો આગળ વધી રહ્યા છે.

જીવાભાઈ આહિરના અવસાનથી માત્ર એક રાજકીય આગેવાન જ નહીં, પરંતુ એક માર્ગદર્શક, એક પ્રેરણાસ્ત્રોત અને એક સચ્ચા માનવીને ગુમાવવાનો દુઃખદ અનુભવ થયો છે. સમગ્ર કચ્છ જિલ્લા તેમની ખોટને હંમેશા અનુભવે છે.

પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે – એવી સર્વે પ્રાર્થના વ્યક્ત કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande