
વડોદરા, અમદાવાદ, 17 એપ્રિલ (હિ.સ.) નાયબ મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી અંતર્ગત વડોદરા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભાને સંબોધન કર્યુંહતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ઐતિહાસિક 'નારી શક્તિ વંદન અધિનિયમ'ને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 % અનામત મળતા હવે સામાન્ય પરિવારની દીકરીઓની દેશના નેતૃત્વમાં સહભાગીતા વધશે.
સંઘવીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એ માત્ર પક્ષ નથી પણ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. ગુજરાતની જનતાએ હંમેશા અસ્મિતાના ભોગે રાજનીતિ કરનારાઓને પાઠ ભણાવ્યો છે. ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનારાઓનો આ ચૂંટણીમાં સંપૂર્ણ સફાયો નિશ્ચિત છે.
કોંગ્રેસ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 'અશાંત ધારા'ને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના દ્વારા પૂરની સમસ્યાનું નિરાકરણ, 75 મીટરનો રિંગ રોડ, સુરસાગર લેખનું નવીનીકરણ અને શહેરના દરેક ઝોનમાં સ્વિમિંગ પૂલ તેમજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનો સહિતના પ્રકલ્પો વિશે વાત કરી હતી.
આ ઉપરાંત, 2000 થી વધુ સીસીટીવી કેમેરા, મેગા ફૂડ પાર્ક અને કન્વેન્શન સેન્ટર જેવા પ્રોજેક્ટ્સ વડોદરાના નાગરિકોને આધુનિક સુવિધાઓની ગેરંટી આપશે તેમ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ