જમ્મુ, નવી દિલ્હી, ૦1 ઓગસ્ટ (હિ.સ.)
આજે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી, શ્રી અમરનાથ યાત્રા માટે કોઈ બેચ મોકલવામાં
આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ
હવામાનને કારણે, આજે જમ્મુથી
કાશ્મીર તરફ અમરનાથ યાત્રાના ટ્રાફિકને મંજૂરી આપવામાં આવી નથી.”
એક અધિકારીના જણાવ્યા અનુસાર,”આજે એટલે કે
શુક્રવાર, 1 ઓગસ્ટના રોજ
જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રી અમરનાથ યાત્રા ફરીથી મુલતવી રાખવામાં આવી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” જમ્મુથી કાશ્મીર તરફ કોઈપણ યાત્રા ટ્રાફિકને
જવાની મંજૂરી નથી.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ