કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, ઘરેલુ ગેસ ગ્રાહકો માટે હાલમાં કોઈ રાહત નથી
નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.) ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા
ગેસ


નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.)

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને 19 કિલોગ્રામના

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા

ભાવ, મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે.

નવા ભાવ મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજીસિલિન્ડરનો ભાવ 1631.50 રૂપિયા થઈ ગયો

છે, જે પહેલા 1665.00 રૂપિયા હતો.

નવીનતમ ઘટાડાથી મોટી સંખ્યામાં હોટલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા નાના

વેપારીઓને રાહત મળી છે. જોકે, ઓએમસીએ સામાન્ય ગ્રાહકોને કોઈ રાહત આપી નથી.14.2 કિલોગ્રામના

ઘરેલુ એલપીજી સિલિન્ડરના

ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande