નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) દિલ્હીમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી
દેવાની ધમકી મળી છે. સોમવારે સવારે, રાષ્ટ્રીય રાજધાનીની 32 શાળાઓને બોમ્બથી
ઉડાવી દેવાની ધમકી મળી હતી. આમાંથી મોટાભાગના કોલ દ્વારકા સ્થિત શાળાઓ દ્વારા
મળ્યા હતા. સાવચેતી રૂપે,
શાળાઓ ખાલી
કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારોમાં, સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
તપાસ બાદ, પોલીસે આ ધમકીને ખોટી જાહેર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું
હતું કે,” સોમવારે વહેલી સવારે દિલ્હીની વિવિધ શાળાઓને ઇમેઇલ દ્વારા આ ધમકીઓ
મોકલવામાં આવી હતી. શાળા પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને ધમકીઓને ખોટી
જાહેર કરવામાં આવી હતી, કારણ કે ત્યાં
કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.”
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, “સોમવારે સવારે 7.25 વાગ્યાથી બપોરે 12.25 વાગ્યા સુધી, ફાયર કંટ્રોલ
રૂમને દિલ્હીની 32 શાળાઓમાં બોમ્બ
હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ, તમામ કિસ્સાઓમાં ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા
હતા. આ ઉપરાંત, બોમ્બ અને ડોગ
સ્ક્વોડ તેમજ અન્ય તપાસ એજન્સીઓ, ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.”
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર,”બધી શાળાઓની
કલાકોની તપાસ બાદ, બધા કોલ્સ નકલી
જાહેર કરવામાં આવ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ચાણક્યપુરી અને દિલ્હીની અન્ય
શાળાઓને મેઇલ દ્વારા, બોમ્બ ધમકીઓ મળી છે. ગયા વર્ષે 40 થી વધુ શાળાઓને
આવી જ ધમકીઓ મળી હતી. દિલ્હી પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, “અમે ધમકીભર્યા
ઇમેઇલના સ્ત્રોતને શોધવા માટે સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. આ સાથે, અમે જનતાને અફવાઓ
પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં, 2024 માં, દિલ્હીની ઘણી
શાળાઓને આવા જ ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા, જે પાછળથી નકલી સાબિત થયા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ