એનસીડબ્લ્યુના સભ્ય અર્ચના મજુમદારે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી
કૂચબિહાર, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. અર્ચના મજુમદારે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે કૂચબિહાર જિલ્લાના દિનહાટામાં રાજકીય હિંસાનો ભોગ બનેલ
એનસીડબ્લ્યુના સભ્ય અર્ચના મજુમદારે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી


કૂચબિહાર, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય

ડૉ. અર્ચના મજુમદારે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ અંગે

ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે કૂચબિહાર જિલ્લાના દિનહાટામાં રાજકીય હિંસાનો ભોગ

બનેલા પરિવારોને મળ્યા બાદ, ડૉ. મજુમદારે

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું - આજે હું કૂચબિહારના દિનહાટામાં,

પીડિત બંગાળી રાજવંશી મહિલાઓને મળી. તેમના ઘરોમાં સંપૂર્ણપણે, તોડફોડ કરવામાં આવી

હતી. 8 મહિનાની ગર્ભવતી મહિલાને પણ, નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, “આ કાયદાનું શાસન

છે કે, શાસકોનો કાયદો? બંગાળ લોહીથી

લથપથ છે અને સરકાર ચૂપ છે.” આ ઘટના પર તેમણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાષ્ટ્રીય મહિલા

આયોગના અધ્યક્ષ, ચૂંટણી પંચ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને

ટેગ કરીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

આ મામલાને લઈને, સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં

ખળભળાટ મચી ગયો છે. જોકે, રાજ્ય સરકાર

તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

નોંધનીય છે કે, તાજેતરના સમયમાં દિનહાટામાં વિરોધી પક્ષના

સમર્થકો પર હુમલાની ઘટનાઓ બની છે.જેના માટે તૃણમૂલ

કોંગ્રેસ પર આરોપ મૂકવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / સંતોષ મધુપ / અમરેશ

દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande