ગૌતમ અદાણી એ, આઇઆઇટી ખડગપુરમાં કહ્યું- તમે સ્વતંત્રતાના નવા સૈનિકો છો, તમારા શસ્ત્રો તમારા વિચારો અને કોડ છે...
કલકતા,નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે આઇઆઇટી ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સંબોધતા કહ્યું કે,” દુનિયા પરંપરાગત યુદ્ધોથી આગળ વધી ગઈ છે અને હવે ટેકનોલોજ
અદાણી


કલકતા,નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.)

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે આઇઆઇટી ખડગપુરના

પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સંબોધતા કહ્યું કે,”

દુનિયા પરંપરાગત યુદ્ધોથી આગળ વધી ગઈ છે અને હવે ટેકનોલોજી આધારિત શક્તિના

યુદ્ધમાં પ્રવેશી ગઈ છે. આ નક્કી કરશે કે ભવિષ્યમાં કયો દેશ પ્રભુત્વ મેળવશે.”

અદાણીએ કહ્યું કે,” આજની લડાઈઓ ખાઈમાં નહીં, પરંતુ સર્વર

ફાર્મમાં લડવામાં આવે છે. શસ્ત્રો હવે બંદૂકો નહીં પરંતુ અલ્ગોરિધમ છે.સામ્રાજ્યો જમીન

પર નહીં પરંતુ ડેટા સેન્ટરોમાં બંધાય છે, અને સેનાઓ બટાલિયન નહીં પરંતુ બોટનેટ્સ છે.

વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “તમે સ્વતંત્રતાના નવા સૈનિકો છો. તમારી નવીનતા, તમારા સોફ્ટવેર

કોડ અને તમારા વિચારો આજના શસ્ત્રો છે. તમે નક્કી કરશો કે, ભારત પોતાનું ભાગ્ય

પોતે લખશે કે તેને બીજાને સોંપશે.”

અદાણીએ કહ્યું કે,” આવનારો દાયકો ખૂબ જ ઝડપી પરિવર્તનનો

હશે. ઘણી મોટી કંપનીઓ, જે આજે અજેય લાગે

છે, અદૃશ્ય થઈ જશે.

કારણ સંસાધનોનો અભાવ નહીં,

પરંતુ ગતિ અને

સ્કેલ સાથે, આ દોડમાં સ્પર્ધા કરવામાં અસમર્થતા હશે. આ જ સત્ય શૈક્ષણિક સંસ્થાઓને

લાગુ પડે છે. હવે ફક્ત તેજસ્વી સ્નાતકો ઉત્પન્ન કરવા પૂરતા નથી, પરંતુ એવા

દેશભક્ત સ્નાતકો ઉત્પન્ન કરવા પડશે જેમની પાસે વિચારો, શિસ્ત અને ભારતને

મજબૂત બનાવવાનો સંકલ્પ છે.”

તેમણે ચેતવણી આપતા જણાવ્ય ુંકે,” રોબોટિક્સ અને આર્ટિફિશિયલ

ઇન્ટેલિજન્સ (એઆઇ) ના યુગમાં, ખર્ચ લાભ ટકાઉ

રહેશે નહીં અને કંપનીઓ રાતોરાત તેમની સ્પર્ધાત્મકતા ગુમાવી શકે છે.”

અદાણીએ કહ્યું, આપણે દરેક

ઉદ્યોગને ફરીથી શોધવો પડશે,

દરેક વ્યવસાય પર

પુનર્વિચાર કરવો પડશે અને દરેક નિયમ ફરીથી લખવો પડશે જેથી ભારત ફક્ત સહભાગી જ નહીં

પરંતુ નેતા બને. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે,” જ્યારે જ્ઞાન એક કોમોડિટી બની

જાય છે, જ્યારે કુશળતા

ડાઉનલોડ કરી શકાય છે અને એઆઇસેકન્ડોમાં, એન્જિનિયરિંગ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, ત્યારે

એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ ડિગ્રીનું મૂલ્ય શું હશે? ટેક્નિકલ જ્ઞાનનું આયુષ્ય વર્ષોથી ઘટીને મહિનાઓ

અને કદાચ અઠવાડિયા થઈ ગયું છે. આવી સ્થિતિમાં, શૈક્ષણિક સિદ્ધાંત અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનું અંતર

ઝડપથી વધી રહ્યું છે. નવું ચલણ છે - બોલ્ડ વિચારોની વિપુલતા, ઝડપથી અનુકૂલન

કરવાની અને સતત નવી શોધ કરવાની ક્ષમતા.”

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આહ્વાન કરતાં તેમણે કહ્યું કે,”ભારતને સૌથી

તેજસ્વી દિમાગની જરૂર છે અને તમે પ્રોફેસરો આ દિમાગના રક્ષક છો. તેમને

પાઠ્યપુસ્તકની બહાર વિચારવા, ઝડપથી શોધ કરવા અને શોધની હિંમતને રાષ્ટ્રીય ફરજ તરીકે ગણવા

માટે તાલીમ આપો. આ સમય આપણી સંસ્થાઓના વારસાને છોડી દેવાનો નથી, પરંતુ ખૂબ મોડું

થાય તે પહેલાં ભવિષ્યને નવી રીતે આકાર આપવાનો છે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande