'ધ બેંગાલ ફાઇલ્સ' પર, વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ નવી એફઆઈઆર દાખલ
કલકતા,નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ''ધ બેંગાલ ફાઇલ્સ'' પરનો વિવાદ, વધુ ઘેરો બની રહ્યો છે. સ્વતંત્રતા સેનાની ગોપાલ મુખર્જી ઉર્ફે ગોપાલ પાઠાના પૌત્ર, સંતના મુખર્જીએ ફિલ્મમાં તેમના
ફિલ્મ


કલકતા,નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.)

ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ' પરનો વિવાદ, વધુ ઘેરો બની રહ્યો છે. સ્વતંત્રતા

સેનાની ગોપાલ મુખર્જી ઉર્ફે ગોપાલ પાઠાના પૌત્ર, સંતના મુખર્જીએ ફિલ્મમાં તેમના

દાદાના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવીને નવી એફઆઈઆરદાખલ કરી છે.

સોમવારે, સંતના મુખર્જીએ કહ્યું કે,” ફિલ્મમાં તેમના દાદાને 'કસાઈ' તરીકે

દર્શાવવામાં આવ્યા છે, જે ઐતિહાસિક

તથ્યોથી વિપરીત છે.”

તેમણે આરોપ લગાવ્યો કે,” પરિવારની પરવાનગી લીધા વિના ફિલ્મમાં

ગોપાલ મુખર્જીના પાત્રનો, સમાવેશ કરવામાં આવ્યો હતો.” સંતના મુખર્જીએ સ્પષ્ટતા કરી

કે,” તેમના દાદા, અનુશીલન સમિતિના સભ્ય હતા, કુસ્તીમાં પારંગત હતા અને 1946ના રમખાણો દરમિયાન, મુસ્લિમ લીગ હિંસાથી લોકોને

બચાવવા માટે હથિયાર ઉપાડ્યા હતા. જોકે તેઓ, બે બકરીના માંસની દુકાનોના માલિક પણ

હતા, તેમને 'કસાઈ' કહેવું ખોટું છે.”

આ પહેલા, જુલાઈમાં ફિલ્મ વિરુદ્ધ મુર્શિદાબાદ જિલ્લા અને કલકતાના લેક

ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે,”

ફિલ્મમાં સંવેદનશીલ દ્રશ્યો હોઈ શકે છે, જે રાજ્યની સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરી

શકે છે.”

વિવેક અગ્નિહોત્રી અને તેમની પત્ની અને અભિનેત્રી પલ્લવી

જોશીએ, 31 જુલાઈના રોજ

કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચમાં, આ એફઆઈઆરરદ કરવા માટે

અરજી દાખલ કરી હતી. 4 ઓગસ્ટના રોજ, જસ્ટિસ જય

સેનગુપ્તાની બેન્ચે આ એફઆઈઆર પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો.

'ધ બંગાળ ફાઇલ્સ' એ, વિવેક

અગ્નિહોત્રીની 'ફાઇલ્સ' ટ્રાયોલોજીનો

ત્રીજો ભાગ માનવામાં આવે છે. આ પહેલા, 'ધ તાશ્કંદ ફાઇલ્સ' 2019 માં અને વિવાદાસ્પદ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 2022 માં રિલીઝ થઈ

હતી. મમતા બેનર્જી સરકાર પર ભૂતકાળમાં પણ, ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો આરોપ

મૂકવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande