પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ઘરમાં ઘૂસી ગયેલા ચાર શખ્સે મચાવી તોડફોડ
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના વામ્બે આવાસ નજીક મયુરનગરમાં એક યુવાનના ઘરમાં ગુરૂવારની રાત્રે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ચાર શખ્સ ઘૂસી ગયા હતા. આ શખ્સોએ ઘરમાં તોડફોડ કરવા ઉપરાંત આ યુવાનને માથામાં ધોકો માર્યો હતો, વચ્ચે પડનાર માતા-પુત્રને પણ ઢીકાપા
પોલીસ


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના વામ્બે આવાસ નજીક મયુરનગરમાં એક યુવાનના ઘરમાં ગુરૂવારની રાત્રે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ચાર શખ્સ ઘૂસી ગયા હતા. આ શખ્સોએ ઘરમાં તોડફોડ કરવા ઉપરાંત આ યુવાનને માથામાં ધોકો માર્યો હતો, વચ્ચે પડનાર માતા-પુત્રને પણ ઢીકાપાટુથી માર માર્યો હતો.

જામનગરના વામ્બે આવાસ નજીક મયુરનગર શેરી નં.રમાં રહેતા જયદેવ રાજેન્દ્રસિંહ જાડેજાના ઘર પાસે બે દિવસ પહેલાં ચોરી થઈ હતી. આ બાબતની પાડોશી રમેશભાઈ સાથે કરાયેલી વાતચીતમાં જયદેવે જે કહ્યું હતું તેની જાણ અભિષેક ઉર્ફે અભય પંકજ જોષીને થતાં ગુરૂવારે રાત્રે અભિષેક તેમજ પરીક્ષિત પંકજ જોષી, આશિષ કાંતિલાલ જોષી, સુનિલ નામના ચાર શખ્સ આવી ચઢ્યા હતા. આ શખ્સોએ અમારા સગા સાથે શું વાત કરતો હતો તેમ કહ્યા પછી જયદેવના પાડોશીનો દરવાજો ખખડાવતા જયદેવે તેમ ન કરવાનું કહ્યું હતું તેથી આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ખોટું નામ બતાવી ગાળો ભાંડી હતી તેથી જયદેવ પોતાના ઘરમાં ચાલ્યો ગયો હતો.

ત્યારપછી જયદેવના ઘરમાં ગેરકાયદેસર રીતે આ શખ્સો ઘૂસી ગયા હતા. જેમાંથી પરીક્ષિત જોષીએ ધોકાથી હુમલો કર્યાે હતો અને તે પછી ચારેય શખ્સે જયદેવના ઘરમાં કાચની ટીપોઈ, ખુરશી વગેરેનો ભૂક્કો બોલાવી દીધો હતો. જયદેવના માતા તથા ભાઈ વચ્ચે પડતા તેઓને માર મારવામાં આવ્યો હતો. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande