વેરાવળમાં રવિવારે જિલ્લાકક્ષાનો ‘સન્ડે ઓન સાઈકલ’ કાર્યક્રમ યોજાશે
ગીર સોમનાથ 30 ઓગસ્ટ (હિ.સ.) નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૩૧ ઓગસ્ટ રવિવારના રોજ વેરાવળ ખાતે સવારે ૯.૦૦ કલાકે સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી જિલ્લાકક્ષાનો ‘સન્ડે ઓન સાઈકલ’ રેલી કાર્યક
જિલ્લાકક્ષાનો ‘સન્ડે ઓન સાઈકલ’ કાર્યક્રમ યોજાશે


ગીર સોમનાથ 30 ઓગસ્ટ (હિ.સ.) નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૩૧ ઓગસ્ટ રવિવારના રોજ વેરાવળ ખાતે સવારે ૯.૦૦ કલાકે સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી જિલ્લાકક્ષાનો ‘સન્ડે ઓન સાઈકલ’ રેલી કાર્યક્રમ યોજાશે. જેના આયોજન સંદર્ભે પ્રાંત અધિકારી વિનોદ જોશીના અધ્યક્ષસ્થાને પ્રાંત ઓફિસ કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી.

પ્રાંત અધિકારીએ સમગ્ર કાર્યક્રમના રૂટ તેમજ અન્ય આયોજનલક્ષી વિગતોથી ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને માહિતગાર કરી અને તૈયારીઓ સબબ માર્ગદર્શિત કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે જિલ્લામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રમતોના આયોજન થકી લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો શુભ હેતુ રહેલો છે. ત્રિ-દિવસીય રમતોત્સવના અંતિમ દિવસે ‘સન્ડે ઓન સાઈકલ’ અંતર્ગત સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલી સૌ પ્રથમ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતેથી સવારે ૯.૦૦ કલાકેથી પ્રસ્થાન કરશે અને ત્યાંથી સરકારી હોસ્પિટલ થઈ કે.કે.મોરી, બજાજ શો-રૂમ થઈ બસસ્ટેન્ડથી પરત સંસ્કૃત યુનિવર્સિટી ફરશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

નાગરિકો રમતગમત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવે અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ ફિટનેસ પ્રત્યે સજાગ રહે એ માટે યોજાઈ રહેલી આ સાઈકલ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાય એ માટે પ્રાંત અધિકારીશ્રીએ અપીલ કરી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, ચીફ ઓફિસર પારસ મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, રમતગમત અધિકારી કાનજી ભાલિયા, તાલુકા વિકાસ અધિકારી હરદિપસિંહ ગોહિલ, વેરાવળ ગ્રામ્ય મામલતદાર શ્રી સંજય બારિયા સહિત ઉપસ્થિત સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સંસ્કૃત યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande