જામનગરના ધ્રોલ નજીક રિક્ષાને એસટી બસની ટક્કર ઘવાયેલા રિક્ષાચાલકનું સારવારમાં મૃત્યુ
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક બે સપ્તાહ પૂર્વે રાજકોટથી ફળ ભરીને જામનગર આવતી રિક્ષાને પાછળથી એસટી બસે ઠોકર મારતા રિક્ષાચાલક ઘવાયા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સપ્તાહ પહેલાં હાપા પાસે એક યુવતીને અજ
મોત


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક બે સપ્તાહ પૂર્વે રાજકોટથી ફળ ભરીને જામનગર આવતી રિક્ષાને પાછળથી એસટી બસે ઠોકર મારતા રિક્ષાચાલક ઘવાયા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સપ્તાહ પહેલાં હાપા પાસે એક યુવતીને અજાણી મોટર ઠોકર મારી નાસી ગઈ છે.

જામનગરના ગોકુલનગર પાસે આવેલા મારૂતીનગરમાં વસવાટ કરતા રામુભાઈ રામજીભાઈ કુશવાહ (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈ તા.૧૩ની સવારે જીજે-૧૭-વીવી ૧૫૦૫ નંબરની રિક્ષામાં રાજકોટથી ફળ ભરીને જામનગર તરફ આવવા રવાના થયા હતા. તેઓ જ્યારે આઠેક વાગ્યે ધ્રોલ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી જીજે-૧૮-ઝેડ ૯૭૫૯ નંબરની એસટી બસ પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં રામુભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયા પછી આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર સૌરભ કુશવાહએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના હાપા નજીક ક્રિષ્ના ટાઉનશીપ-૩માં રહેતા આયુષીબેન મનોજભાઈ મજેવાડીયા (ઉ.૨૧) નામના યુવતી ગઈ તા.૧૯ની સાંજે હાપા પાસે એક મોટરના શો-રૂમ નજીકથી ચાલીને જતા હતા ત્યારે એક અજાણી મોટરે તેઓને હડફેટે લીધા હતા. કપાળ, પગ, કમરમાં ઈજા પામેલા આયુષીબેનને સારવારમાં ખસેડાયા છે. તેઓએ પોલીસમાં ફરિયાદ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande