જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે એક અપહરણ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાંથી અપહૃત યુવતી અને આરોપીને શોધી કાઢ્યા છે.
પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકટ 2023ની કલમ 137(2) અને 87 હેઠળ નોંધાયેલા કેસમાં PI વી.જે. રાઠોડની ટીમે કાર્યવાહી શરૂ કરી. દરેડ ચોકીના ASI મયુરસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજાએ ટેકનિકલ અને ખાનગી માહિતીના આધારે તપાસ આગળ વધારી.
તપાસમાં જાણવા મળ્યું કે અપહૃત યુવતી અને આરોપી મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ભગુવા ગામમાં છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશ પોલીસના સહયોગથી ટીમે ત્યાં તપાસ કરી. આરોપી પ્રદીપ ઉર્ફે રંગા રામશંકર જાટવ (ઉંમર 27, મૂળ નિવાસી: સુધાર, જાલોન, ઉત્તરપ્રદેશ)ને પકડી પાડ્યો.
પોલીસે અપહૃત યુવતીને તેના માતા-પિતાને સુપ્રત કરી છે. આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરી PI વી.જે. રાઠોડ, ASI મયુરસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજાની ટીમે પાર પાડી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt