જામનગરના દરિયામાંથી બે આતંકવાદીને પકડી લેવાયા: પોલીસ દ્વારા યોજાઈ મોકડ્રીલ
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના દરિયામાં ગઈકાલે એસઓજી, એલસીબી દ્વારા સાગર સુરક્ષા કવચ કાર્યક્રમ અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં એક બોટમાંથી બે કહેવાતા આતંકવાદીને ઝબ્બે લેવાયા હતા. સાગર સુરક્ષા ક્વચ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે જામનગર એસઓજી દ્
મોકદ્રીલ


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના દરિયામાં ગઈકાલે એસઓજી, એલસીબી દ્વારા સાગર સુરક્ષા કવચ કાર્યક્રમ અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં એક બોટમાંથી બે કહેવાતા આતંકવાદીને ઝબ્બે લેવાયા હતા. સાગર સુરક્ષા ક્વચ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે જામનગર એસઓજી દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં દરિયામાં એક શંકાસ્પદ બોટ ફરી રહી છે તેવી બાતમી મળતા એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા સ્ટાફ અને બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ બોટ જોવા મળતા તેને સરન્ડર કરવા હુકમ કરાયા પછી તે બોટને ઘેરી લેવાઈ હતી. જેમાંથી બે શખ્સ ઝડપાયા હતા. આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મનાતા આ બંને શખ્સની પૂછપરછ શરૂ કરાઈ હતી. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande