નેશનલ સ્પોટ્સ ડે અંતર્ગત જૂનાગઢના પી.ટી.સી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું
જૂનાગઢ 30 ઓગસ્ટ (હિ.સ.) નેશનલ સ્પોટ્સ દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ બીજા દિવસે પી.ટી.સી ગ્રાઉન્ડ, બિલખા રોડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ૪૬૦
નેશનલ સ્પોટ્સ ડે અંતર્ગત


જૂનાગઢ 30 ઓગસ્ટ (હિ.સ.) નેશનલ સ્પોટ્સ દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ બીજા દિવસે પી.ટી.સી ગ્રાઉન્ડ, બિલખા રોડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ૪૬૦ થી વધુ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી અંતર્ગત આજ રોજ બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી ૧૦૦ મીટર દોડ,બરછી ફેક,ગોળા ફેંક,રસ્સા ખેચ અને ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ , કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકો મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ - કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમતને આપણા જીવનનો એક ભાગ બનાવી શકીએ એ ઉમદા હેતુથી નેશનલ સ્પોટ્સ ડેની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશમાં પણ હવે રમતગમતનું મહત્વ વધી રહ્યું છે.તેમણે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરી હતી કે રમત ગમત થકી શિસ્ત કેળવાય છે. જે અભ્યાસમાં, કારકિર્દીમાં અને સર્વાંગી વિકાસમાં ખૂબ મહત્વનું છે.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે જણાવ્યું હતું કે,હોકીના જાદુગર ધ્યાનચંદજીની યાદમાં સમગ્ર દેશભરમાં નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી થઈ રહી છે.ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓ, નાગરિકોની સાથે સાથે સરકારી કર્મચારીઓ- અધિકારીઓ પણ ભાગ લે એ માટે આજે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે રમતગમતની પ્રવૃત્તિઓ શારીરિક, માનસિક અને વ્યક્તિત્વ વિકાસ માં મહત્વની છે.

૧૦૦ મીટર દોડમાં બહેનોમાં જૂનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવતા પ્રથમ ક્રમે જાની રિદ્ધિ,રેવન્યુ વિભાગમાંથી દ્વિતીય ક્રમે ખેર કિરણ, તૃતીય ક્રમે કોર્પોરેશનમાં ફરજ બજાવતા કાજલ વાળા રહયા હતા. જયારે ૧૦૦ મીટર દોડ ભાઈઓમાં પ્રથમ ક્રમે ફાયર વિભાગના આર્યન ખેર, બીજા નંબરે ઉધોગ વિભાગના જયેશ રાઠોડ, તૃતીયક્રમે ઉધોગ વિભાગના વિશાલ સોલંકી રહ્યા હતા.

જ્યારે બરછી ફેકમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે શિક્ષણ વિભાગના ગરાણા ઇરફાન,દ્વિતીય ક્રમે પોલીસ વિભાગના કટારીયા વિજય, તૃતીયક્રમે પોલીસ વિભાગના ગોસ્વામી ભાવેશ રહ્યા હતા

ગોળા ફેંકમાં બહેનોમાં પ્રથમ ક્રમે રમતગમત વિભાગમાંથી બરડા ધારા, દ્વિતીય ક્રમે પોલીસ વિભાગમાંથી વાઘેલા રીદ્ધી, તૃતીય ક્રમે પોલીસ વિભાગમાંથી પરમાર તરુણા રહ્યા હતા.

ગોળા ફેંકમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે રમતગમત વિભાગમાંથી જીંજવાડિયા બીપીન, બીજા ક્રમે રમતગમત વિભાગમાંથી જીલડીયા મનીષ, ત્રીજા ક્રમે પોલીસ વિભાગમાંથી મોરી કેતન રહ્યા હતા.જ્યારે ફૂટબોલમાં ઉદ્યોગ સુરક્ષા જૂથ અને મીરાનગર એફસીની ટીમ વિજેતા બની હતી.

રસ્સાખેચમાં બહેનોમાં પહેલા ક્રમે રેલવે શાખા વીજેતા બની હતી.રસ્સા ખેંચમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉદ્યોગ સુરક્ષા જૂથની ટીમ, દ્વિતીય ક્રમે આરોગ્ય શાખા જિલ્લા પંચાયતની ટીમ અને ત્રીજા ક્રમે જીઆરડી માળિયાહાટીના રહ્યું હતું.

આ પ્રસંગે રમત ગમત અધિકારી મનીષ જીલડીયા એ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા,જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,ડીવાયએસપી પઢીયાર,ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર,નાયબ કમિશનર ડી.જે જાડેજા,આસિસ્ટન્ટ કમિશનર શ્રી વાજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande