કચ્છી ભાનુશાલી સમાજ અંકલેશ્વરમાં છેલ્લા 25 વર્ષથી સેવામા સહભાગી થાય છે
મુંબઇ, પુનાથી માતાના મઢ (કચ્છ) 1100 કિલોમીટરનું અંતર કાપીને આશાપુરા માઁના દર્શન કરવા જાય છે
રહેવા,જમવા તેમની સાયકલ બગડે તો તેને રિપેરિંગ અને અન્ય ઘણી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે
જય આશાપુરા માઁ ના નાદથી કેમ્પમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
ભરૂચ 16 સપ્ટેમ્બર (હિ.સ.)કચ્છની કુળદેવી મઢવાળી માઁ આશાપુરાના દર્શન માટે આશો નવરાત્રિ પર્વમાં 1500 થી વધુ સાઈકલ પર સવાર થઈ યાત્રી મુંબઇ, પુનાથી માતાના મઢ (કચ્છ) 1100 કિલોમીટરનું અંતર કાપીને આશાપુરા માઁના દર્શન કરવા જાય છે. કચ્છી ભાનુશાલી સમાજ અંકલેશ્વર છેલ્લા 25 વર્ષથી સેવામા સહભાગી થાય છે.
કચ્છી ભાનુશાલી સમાજ અંકલેશ્વર દ્વારા માતાના મઢ સાયકલ ઉપર જતા યાત્રાળુઓને રહેવા,જમવા તેમની સાયકલ બગડે તો તેને રિપેરિંગ અને અન્ય ઘણી સેવાઓ ઘણા ભાવથી ઉપલબ્ધ કરવામાં આવે છે . આ સેવા કરવા પાછળ આ સમાજ કોઈ મોટાય નહીં પરંતુ પરોપકારનું કાર્ય સમજે છે .જે સેવામાં તેમની સમાજ ભાવના રહેલી છે.અવિરત દર વર્ષે આ કેમ્પ રાખવામાં આવે છે .યુવાનોને આ સેવાનો લાભ આપી નવી યુવા પેઢીમાં પણ સેવાનો ભાવ પેદા કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ