સેવા પરમો ધર્મના સિદ્ધાંતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિપૂર્ણ કર્યો છે
સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે
દેશ હિતના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું રક્તદાન કેમ્પ સહિતના સેવા કાર્યો કરાશે
ભરૂચ 16 સપ્ટેમ્બર (હિ.સ.) મંડલ કાર્યશાળા વાલિયા- નેત્રંગ સેવા પરમો ધર્મ ના સિદ્ધાંતને પરિપૂર્ણ કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નૈતૃત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીની સૂચના મુજબ તા. 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી તા. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સેવા પખવાડા દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.જે અંતર્ગત નેત્રંગ અને વાલિયા તાલુકાના હોદ્દેદારોને માટે મંડલ કાર્યશાળાનું આયોજન કરી તેમાં અંકલેશ્વરથી અલ્પેશ પટેલે માર્ગદર્શન આપી દેશ હિતના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ