ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક ઝાંઝરીયા ગામ સમસ્ત આયોજિત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 દર્દીઓએ લાભ લીધો હતો ગીર ગઢડા તાલુકાના ઝાંઝરીયા ગ્રામ પંચાયત સર્વ રોગ નિદાન કેમ્પ ગામની પ્રાથમિક શાળામાં યોજાયો હતો જેમાં ઝાંઝરીયા ઉપરાંત બોડીદર સોનપરા વેળાકોટ કાણાકીયા કણેજી ગામોના કુલ 150 દર્દીઓએ આ કેમ્પનું લાભ લીધો હતો આ કેમ્પમાં મારુતિ હોસ્પિટલ ઉનાના જાણીતા ડો તપન ડોડીયા ડો સંજય રામ અને ડો અક્ષયસેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા ઝાંઝરીયા ગામના વડીલો યુવાનો અને લોકોએ જ મહેનત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ