જામનગર જિલ્લાના નવાણિયા ગામે પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું
જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના નવાણિયા ગામના તમામ પશુપાલકો માટે જિલ્લા પશુપાલન વિભાગ, રિલાયન્સ ફાઉન્ડેશન પશુચિકિત્સાલય અને પશુ દવાખાના લાલપુરના સંયુક્ત ઉપક્રમે પશુ આરોગ્ય મેળા અંતર્ગત પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ
પશુ રોગ નિદાન કેમ્પ


જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના નવાણિયા ગામના તમામ પશુપાલકો માટે જિલ્લા પશુપાલન વિભાગ, રિલાયન્સ ફાઉન્ડેશન પશુચિકિત્સાલય અને પશુ દવાખાના લાલપુરના સંયુક્ત ઉપક્રમે પશુ આરોગ્ય મેળા અંતર્ગત પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગામના અનેક પશુપાલકો પોતાના બીમાર પશુઓને સારવાર માટે લાવ્યા હતા.

કેમ્પ દરમ્યાન ગાય, ભેંસ, બળદ, ઘેટાં અને બકરાંના વિવિધ રોગોનું નિદાન કરી પશુપાલન વિભાગની ટીમ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. તેમજ પ્રજનન સમસ્યા ધરાવતા પશુઓની તપાસ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઘેટાં-બકરાંઓ સ્વસ્થ રહે અને ઉત્પાદન ક્ષમતા વધે તે માટે કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને પશુ આરોગ્ય, સ્વચ્છતા, નિયમિત રસીકરણ અને પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન સારવાર કરાયેલા પશુઓમાં ૨૨ ગાય, ૩ વાછરડા, ૧૦૪ ભેંસ, ૧૦ ભેંસના બચ્ચા, ૧૦ બળદ, ૧ સાંઢ, ૯૦૦ ઘેટાં તથા ૧૨૨ બકરીઓ એમ કુલ ૧૧૭૦ પશુઓની સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં પશુપાલકો પોતાના પશુઓના રોગોના સારવાર અને નિદાન માટે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.તેજસ શુક્લ સહીત પશુપાલન વિભાગની ટીમ તથા રિલાયન્સ ફાઉન્ડેશન પશુચિકિત્સાલય અને પશુ દવાખાના લાલપુરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande