બાબરા પોલીસ સ્ટેશન દ્વારા SPC વિદ્યાર્થીઓને કાયદા, ટ્રાફિક નિયમો અને સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ
અમરેલી, 18 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન દ્વારા કમળશી હાઈસ્કૂલના સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કાર્યક્રમના વિદ્યાર્થીઓ માટે ખાસ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદાની મૂળભૂત જાણકારી આપી
બાબરા પોલીસ સ્ટેશન દ્વારા SPC વિદ્યાર્થીઓને કાયદા, ટ્રાફિક નિયમો અને સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ


અમરેલી, 18 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન દ્વારા કમળશી હાઈસ્કૂલના સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કાર્યક્રમના વિદ્યાર્થીઓ માટે ખાસ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદાની મૂળભૂત જાણકારી આપી તેમજ નાગરિક તરીકેની જવાબદારી સમજાવી.

ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપતાં પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યું કે હેલ્મેટ, સીટબેલ્ટનો ઉપયોગ, ઝડપ મર્યાદાનો પાલન અને ટ્રાફિક સિગ્નલનું અનુસરણ કરવું જીવન બચાવવા માટે અગત્યનું છે. સાથે જ, માર્ગ અકસ્માતોથી બચવા માટે સાવચેતીના પગલાં સમજાવવામાં આવ્યા. આજના ડિજિટલ યુગમાં વધતા સાઇબર ક્રાઇમ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. ઇન્ટરનેટ પર સુરક્ષિત રીતે વ્યવહાર કરવો, અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવું, વ્યક્તિગત માહિતી જાહેર ન કરવી અને ઓનલાઇન ઠગાઈથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

બાબરા પોલીસ સ્ટેશનની આ પહેલથી વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ, ટ્રાફિક શિસ્ત અને સાઇબર સુરક્ષા અંગે જ્ઞાન વધ્યું છે, જે તેમના ભવિષ્યમાં જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા નિભાવવા માટે ઉપયોગી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande