ભેસ્તાનમાં બે કથિત પત્રકારો સામે બળજબરીથી પૈસા પડાવવાનો ગુનો નોંધાયો
સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગેસ એજન્સીના સંચાલકને બ્લેકમેલ કરી તેમની પાસેથી રૂપિયા 30,000 ની માંગણી કરી હેરાન પરેશાન કરનાર બંને કથિત પત્રકારોના ત્રાસથી કંટાળી ગેસ એજન્સીમાં નોકરી કરતા યુવકે રૂપિયા 3,000 ચૂકવી દીધા હતા. જ
extorted


સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગેસ એજન્સીના સંચાલકને બ્લેકમેલ કરી તેમની પાસેથી રૂપિયા 30,000 ની માંગણી કરી હેરાન પરેશાન કરનાર બંને કથિત પત્રકારોના ત્રાસથી કંટાળી ગેસ એજન્સીમાં નોકરી કરતા યુવકે રૂપિયા 3,000 ચૂકવી દીધા હતા. જોકે ત્યારબાદ પણ બંને કથિત પત્રકારોએ ધાક ધમકી આપવાનું ચાલુ રાખી તેમને હેરાન પરેશાન કરતા હતા. જેથી આખરે ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને કથિત પત્રકારો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતનના સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ધર્મવીરસિંહ બ્રીજમોહનસિંહ સેંગર ગેસ એજન્સીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભેસ્તાન વિસ્તારમાં પ્રમુખ બ્રીજ પાસે તેમની ગેસ એજન્સી આવેલી છે. આ દરમિયાન ક્રિષ્ના ભદાણે અને ઘનશ્યામ પાટીલ નામના બે કથિત પત્રકારો અવારનવાર તેમની ગેસ એજન્સી પર આવતા હતા અને વિડીયો ઉતારી ખોટી ખોટી હકીકતો જણાવી તેઓને બ્લેકમેલ કરી તેમની પાસેથી રૂપિયા 30,000 ની માંગણી કરી હતી. જોકે ધર્મવીરસિંહ પૈસા નહીં આપતા આ વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ધરમવીરસિંહ બંને કથિત પત્રકારોને રૂપિયા 3,000 આપી દીધા હતા. જોકે ત્યારબાદ પણ તેઓએ હેરાન પરેશાન કરતા આખરે ધરમવીરે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને કથિત પત્રકારો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande