થોળ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી કેમ્પ અને સેવાકીય કાર્યક્રમો યોજાયા
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના થોળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી કેમ્પ તથા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્ર
થોળ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી કેમ્પ અને સેવાકીય કાર્યક્રમો યોજાયા


થોળ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી કેમ્પ અને સેવાકીય કાર્યક્રમો યોજાયા


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના થોળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી કેમ્પ તથા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાની ઉપસ્થિતિ રહી હતી.

અનન્ય મેડિકલ કોલેજના સહયોગથી તજજ્ઞ ડોક્ટરો દ્વારા મેડિસિન, બાળરોગ, સ્ત્રીરોગ, આંખ, દાંત, ચામડી, હાડકા, સર્જીકલ, ઈ.એન.ટી. તથા મનોરોગ વિભાગમાં કુલ 201 લાભાર્થીઓએ તબીબી તપાસ કરાવી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ સગર્ભા બહેનો અને ટી.બી. દર્દીઓને પોષણ કીટ વિતરણ કર્યું. સાથે જ વય વંદના યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવ્યા.

આરબીએસકે ટીમ તથા આરોગ્ય સ્ટાફ દ્વારા કિશોરીઓની હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી. સબ સેન્ટરના સ્ટાફે મહામમતા દિવસનું આયોજન કરીને 32 વંચિત બાળકોને રસી આપવામાં આવી. આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનોની તબીબી તપાસ પણ હાથ ધરાઈ.

પ્રધાનમંત્રીના આહવાન મુજબ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત ધારાસભ્ય તથા આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન અને શ્રમદાન યોજાયું તેમજ ઉપસ્થિત ગ્રામજનોએ સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ મેહુલજી ઠાકોર, વિવિધ આગેવાનો, સરપંચઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande