ખેરવા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મેગા આરોગ્ય કેમ્પ યોજાયો
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધ
ખેરવા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મેગા આરોગ્ય કેમ્પ યોજાયો


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન મિહીલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, જિલ્લા સભ્ય રેખાબેન ચૌધરી, તાલુકા સભ્ય દિલીપભાઈ પ્રજાપતી તથા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિક્ષયમિત્ર શૈલેષભાઈ અંબાલાલ પ્રજાપતી અને રમણભાઈ અંબારામ પટેલ દ્વારા દાનમાં આપવામાં આવેલી 20 નિક્ષય પોષણ કીટનું વિતરણ ક્ષયના દર્દીઓને કરવામાં આવ્યું.

મેગા કેમ્પમાં ફિઝિશિયન, સ્ત્રીરોગ નિષ્ણાત, પેડિયાટ્રિશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી. હરી કૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર અને મોંઢાના કેન્સરની તપાસ કરવામાં આવી. ખેરવા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઔષધીય કેમ્પ તથા ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે જ પીએમજેએવાય કાર્ડ, કિશોરી તપાસ અને ટીબી સ્ક્રિનિંગ જેવી કામગીરી હાથ ધરાઈ.

આ મેગા કેમ્પમાં કુલ 311 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો, જેમાં 27 સગર્ભા, 20 બાળકો, 20 કિશોરીઓ, 75 એનસીડિ તપાસ, 42 આયુર્વેદિક ઓપીડી, 115 ટીબી સ્ક્રિનિંગ અને 11 કેન્સર સ્ક્રિનિંગનો સમાવેશ થાય છે. આ આયોજનથી ગ્રામજનોમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં મદદ મળી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande