પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતેથી સ્વચ્છોત્સવ ની થીમ સાથે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા રાખવા તેમજ જનભાગીદારીથી સ્વચ્છતા હી સેવા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી. તેમજ સૌ લોકોએ સ્વચ્છતા પ્રત્યે શપથ ગ્રહણ કર્યા હતા. પોરબંદર જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં મોટીસંંખ્યામાં લોકો સહભાગી થયા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એટલે તા.17 સપ્ટેમ્બરથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી સુધી એટલે કે તા .31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગર્ત સ્વચ્છતાને લગતાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya