સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન
અમરેલી,18 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત બિનનિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો અને મહિલાઓ માટે વિવિધ રચનાત્મક તેમજ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ યોજાઈ. કેમ્પની શરૂઆત પ્રાર્થના કા
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન


અમરેલી,18 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત બિનનિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો અને મહિલાઓ માટે વિવિધ રચનાત્મક તેમજ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ યોજાઈ. કેમ્પની શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી કરવામાં આવી હતી, જેના દ્વારા સૌમાં સંસ્કાર અને એકતા પ્રત્યે જાગૃતિ લાવવામાં આવી. ત્યારબાદ પુસ્તક સમીક્ષા કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોને વાંચનપ્રેમી બનવા તેમજ પુસ્તકોમાંથી નવી માહિતી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

મહિલા સશક્તિકરણ અંગે પણ ખાસ સત્ર યોજાયું, જેમાં મહિલાઓને તેમના અધિકારો, આત્મનિર્ભરતા અને સમાજમાં સક્રિય ભૂમિકા નિભાવવાની દિશામાં માર્ગદર્શન અપાયું. સાથે સાથે કેમ્પમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું, જેથી બાળકોમાં શારીરિક તંદુરસ્તી સાથે ટીમવર્ક અને સ્પોર્ટસમેનશિપનો વિકાસ થાય.

સુરક્ષા સોસાયટી અંતર્ગત આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વિશ્વાસ, સંસ્કાર અને જાગૃતિ વધે છે, તેમજ પોલીસ અને નાગરિકો વચ્ચેનો સકારાત્મક સંબંધ મજબૂત બને છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande