પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણખીરસરા ગામના યુવાને ડેમમા ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
રાણખીરસરા ગામે રહેતા રવિ ભરત સાદીયા (ઉ.વ 20)નામના યુવાનને મજુરી કામમા મન લાગતુ ન હોવાથી તેમણે રાણાખીરસરા ડેમ ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી, આ બનાવ અંગે રાણાવાવ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya