સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન મહિધરપુરા વિસ્તારમાં હીરા બજાર ખાતે ખાન સાહેબના ડેલામાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે લગ્ન બાદ પતિ સહિત સાસરીયાઓએ તેમની પાસે તેણીને મહેણાં ટોણા મારી દહેજ ની માંગણી કરી હતી પરંતુ પરણીતાએ દહેજ નહીં આપતા તેના દિયરે બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે પરણીતાએ તેના પતિ સહિત સાસરીયાઓને આ મામલે વાત કરતા તમામે ભેગા મળી તેના દિયરનું ઉપરાણું લઈ પરણીતાને એલફેલ ગાળો આપી હતી. જેથી આખરે ભોગ બનનારએ આ મામલે ગતરોજ સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિયર સહિત કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સિંગણપોર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન મહીધરપુરા હીરા બજાર ખાન સાહેબનો ડેલોમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે તેમના ઘરે સાથે વસવાટ કરતી હતી ત્યારે તેમની સાથે પરિવારમાં તેમના સસરા સાથે સાસુ અને દિયર પણ વસવાટ કરતા હતા. આ લગ્નજીવન ગાળા દરમિયાન અવારનવાર પતિ સહિત સાસરિયાંઓએ ભેગા મળી તેને મહેણાં ટોણા મારી દહેજની માંગણી કરતા હતા. પરંતુ પરણીતાએ તેમની પાસે દહેજના હોવાની વાત કરી હતી. જેથી આખરે પરણીતાના દિયરે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે પરણીતાએ સઘળી હકીકત તેના પતિ ને જણાવી હતી અને ઘરમાં પણ સાસુ-સસરાને જણાવ્યું હતી. પરંતુ પતિ અને સાસુ સસરાએ માત્ર દિયરનું ઉપરાણું લઈ પરણીતાની વાતને સ્વીકારી ન હતી અને તેને એલફેલ ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આખરે કંટાળી ગયેલી પરણીતાએ પિયર આવી ગઈ બાદ સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સિંગણપોર પોલીસે તેના પતિ તથા સાસુ, સસરા, દિયર, ત્રણ નણંદ અને ત્રણ નણદોઈ સાથે કુલ નવ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે