જાયન્ટસ ગ્રુપ ઑફ સુરત મેઈન દ્વારા સેવાકીય સપ્તાહની શાનદાર ઉજવણી
સુરત, 27 સપ્ટેમ્બર (હિ.સ.)-જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશનના આદ્ય સ્થાપક (ફાઉન્ડર) વર્લ્ડ ચેરમેન પદ્મશ્રી નાના ચુડાસમાએ સંસ્થાના નિયત પ્રોજક્ટ અને પ્રોગ્રામ દરરોજ કરી સમાજ સેવા દ્વારા ઉજવવાના નક્કી હોય છે. સદર પ્રણાલિ પ્રવર્તમાન વર્લ્ડ ચેરપર્સન શાયના એનસી
જાયન્ટસ ગ્રુપ ઑફ સુરત


સુરત, 27 સપ્ટેમ્બર (હિ.સ.)-જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશનના આદ્ય સ્થાપક (ફાઉન્ડર) વર્લ્ડ ચેરમેન પદ્મશ્રી નાના ચુડાસમાએ સંસ્થાના નિયત પ્રોજક્ટ અને પ્રોગ્રામ દરરોજ કરી સમાજ સેવા દ્વારા ઉજવવાના નક્કી હોય છે. સદર પ્રણાલિ પ્રવર્તમાન વર્લ્ડ ચેરપર્સન શાયના એનસી એ પણ ચાલુ રાખી છે. સદર જાયન્ટ્સ સેવાકીય સપ્તાહની ભવ્ય રીતે ઉજવણી માટે જાયન્ટસ ગ્રુપ ઑફ સુરત મેઈન‌ દ્વારા તા. 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર સુધી અઠવાડિયા દરમિયાન વિવિધ સેવા યજ્ઞ હાથ ધરાયો હતો અને સમાજમાં સેવા સુગંધ પ્રસરાવવાના સંનિષ્ઠ પ્રયત્ન થયા હતા. ભિક્ષુકોને ભોજન (ભોજનમાં પુરી, શાક, મીઠી ખીર અને દાળ - ભાત) પીરસવામાં આવ્યા હતા.‌ શ્રી સુરત પાંજરાપોળ મુકામે જાયન્ટસ સીલ્ક સીટીના સભ્યોની હાજરીમાં ડોનેશન, સર્વ જ્ઞાતિના નિરાધાર, નિઃસંતાન, અશ્કત બા-દાદા ને નિઃશુલ્ક સેવા આપતી સંસ્થા એ જે ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત માતો વૃધ્ધાશ્રમમાં આખા દિવસના જમણવારના ₹ 8,600/-નું દાન, શહેરની આંગણવાડીમાં ક્રીમવાળા બિસ્કીટનુ વિતરણ, નવી સિવિલ હોસ્પીટલમાં કફન (30 નંગ) અર્પણ કાર્યક્રમ અને બિનવારસી મૃતકોની વિનામૂલ્યે ન્યાત-જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્રને શ્રાધ્ધ નિમિત્તે બ્રહ્મભોજન વેળ ₹‌ 1,111/-નું દાન ચેકથી, ત્રિભોવનદાસ છોટાલાલ શ્રોફ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનિવાસ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન પ્રદાન અર્થે ₹ 3,000/-ની રોકડ સહાય, 150 જેટલા નાસ્તાના પેકેટ પ્રથમ નવરાત્રીના દિવસ નિમિત્તે અંબાજી માતાના મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તોને તથા શહેરના જુદા જુદા વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને વિતરણ, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કાર્યરત શહેરના અંધજન શિક્ષણ મંડળ સંચાલિત અંબાબેન મગનલાલ અંધજન શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે અલ્પાહાર (ગરમ પેટીસ, ગરમ સમોસા અને વેફર્સ) વિતરણ‌નો કાર્યક્રમ, તત્કાલીન પૂર્વ પ્રમુખ નૂતનબેન દિવાનના જન્મદિવસે કેક કટીંગ કરી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્રિભોવનદાસ છોટાલાલ શ્રોફ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનિવાસ વૃદ્ધાશ્રમ, તંબુરા શેરી, ઝટપટીયા હનુમાનની ગલી, અંબાજી રોડ, સુરત મુકામે વડીલોને NCF ડૉ. મુકેશભાઈ જગીવાલા દ્વારા સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન પ્રદાન કરવાનો કાર્યક્રમ આયોજિત થયો હતો. ગ્રુપના સૌજન્યશીલ રાકેશ ગોસ્વામી, વિરાજપુરી, પિંકલબેન તેજસ‌ સોલંકી, નૂતનબેન કેયુર દિવાન, ડૉ. અંજનાબેન મુકેશ જગીવાલા, કમલેશ પારેખ, જ્યોત્સનાબેન પારેખ, પ્રતિભાબેન દિલીપ શાહ, કલ્યાણીબેન જયેન્દ્ર ભટ્ટ અને ડૉ.‌ શૈલેષ પટેલના યોગ્ય અનુદાન વડે તથા કાંતિલાલ વાંકાવાલા તથા અનેક આમંત્રિત સભ્યોએ પ્રોત્સાહક હાજરી વડે જાયન્ટસ સેવાકીય સપ્તાહની ઉજવણીને સફળતા બક્ષી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande