કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા કોલેજના યુવાનોના ચારિત્ર્ય ઘડતર હેતુ સર્વ નેતૃત્વ શિબિર યોજાઈ
ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિધાર્થીઓના માનસિક, શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ હેતુ પાંચ દિવસીય સર્વ નેતૃત્વની ૧૧૨મી શિબિર સર્વ વિદ્યાલય કડી ખાતે યોજાઈ જેમાં ૧૭ કોલે
શિબિર યોજાઈ


શિબિર યોજાઈ


શિબિર


ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિધાર્થીઓના માનસિક, શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ હેતુ પાંચ દિવસીય સર્વ નેતૃત્વની ૧૧૨મી શિબિર સર્વ વિદ્યાલય કડી ખાતે યોજાઈ જેમાં ૧૭ કોલેજના ૭૧ વિધાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

શિબિરમાં મુખ્ય ટ્રેનર તરીકે ઉદ્દીપક એવા દીપક તેરૈયા અને ઉમા તેરૈયા ઉપસ્થિત રહી વિધાર્થીઓને આદર્શ સંતાન, આદર્શ વિધાર્થી અને આદર્શ નાગરિક બનવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરના દરેક દિવસની શરૂઆત ડો કપિલ ત્રિવેદી સાહેબના યોગ, પ્રાણાયામ અને વિવિધ આસનોના સત્રથી કરાઈ હતી. વિધાર્થીઓનો પર્સનાલિટી એનાલિસિસ ટેસ્ટ લેવામાં આવ્યો.

સાથે સ્વ-વિચાર, સ્વ-સુધાર અને માનવીય સંબંધોની સમજ વિકસાવવામાં આવી જેના દ્વારા તેઓને પોતાના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને સમજવાનો અવસર મળ્યો. રાષ્ટ્રપ્રેમ અને શિસ્તનો સંદેશ આપતા ધ્વજારોહણનું આયોજન ગૌરવપૂર્ણ આયોજન કરાયું, ટ્રી ઓફ લાઇફ પ્રવૃત્તિ દ્વારા જીવનના મૂલ્યોનું શિક્ષણ પીરસાયું. જીવનમાં મહત્વ ધરાવતા લોકોની ઓળખ માટે દરેકે પોતાના જીવનમાં પાંચ મહત્વના લોકોની યાદી બનાવવામાં આવી. સમાપન સત્રમાં સર્વ વિદ્યાલયના સિનિયર મંત્રી ડો. મણિભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી વિધાર્થીઓને લક્ષ નિર્ધારિત કરી પીછેડગ કર્યા વગર આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે આહવાન કર્યું હતું. સાથે પોતાના જીવનના અનુભવો દ્વારા વિધાર્થીઓને સમાજ સેવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.

શિબિરના અંતે ભાગ લેનાર તમામ વિધાર્થીઓને ગાંધીનગર સ્થિત સેક્ટર - ૩૦ ખાતે આવેલ મુક્તિધામની મુલાકાતની સાથે તેમના દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande