પોરબંદર માં પતંગની દોરી થી 11 પક્ષીના મોત 46 ઘાયલ.
પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરમાં પક્ષી પ્રેમીઓએ મકરસંક્રાંતિ પર્વે અસંખ્ય પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હતા તથા અનેક પક્ષીઓ મૃત્યુ પણ પામ્યા હતા ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના રેસ્કયુઅર યુવક-ય
પોરબંદર માં પતંગની દોરી થી 11 પક્ષીના મોત 46 ઘાયલ.


પોરબંદર માં પતંગની દોરી થી 11 પક્ષીના મોત 46 ઘાયલ.


પોરબંદર માં પતંગની દોરી થી 11 પક્ષીના મોત 46 ઘાયલ.


પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરમાં પક્ષી પ્રેમીઓએ મકરસંક્રાંતિ પર્વે અસંખ્ય પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હતા તથા અનેક પક્ષીઓ મૃત્યુ પણ પામ્યા હતા ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના રેસ્કયુઅર યુવક-યુવતીઓની જહેમત રંગ લાવી હોય તેમ અનેક પંખીઓને નવુ જીવન મળ્યુ છે.

તા. 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2026 દરમિયાન ચાલી રહેલા આ અભિયાનમાં શહેરની 30 થી વધુ સેવાભાવી અને બિનસરકારી સંસ્થાઓ સતત સેવાકીય કામગીરી કરી રહી છે અને પતંગની દોરીથી પાંખ કપાઈ જવા અથવા અન્ય ઈજાના કિસ્સામાં ઓપરેશન સહિતની જરૂરી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરી તેમને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે જ્યાં ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે.

પોરબંદરમાં મકરસંક્રાંતિનું પર્વ અસંખ્ય પક્ષીઓ માટે મૃત્યુનું પર્વ બની ગયું છે અને અનેક પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા છે ત્યારે જીવયા પ્રેમીઓએ સતત દોડધામ કરીને અસંખ્ય પક્ષીઓના જીવ બચાવ્યા હતા. પ્રકૃતિ ધ યુથ સોસાયટી તથા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ આ બંને જીવદયા ક્ષેત્રે અગ્રેસર સંસ્થાના યુવાનો અને યુવતીઓએ ટીમવર્ક દ્વારા જિલ્લાભરમાંથી ઘવાયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે પક્ષી અભયારણ્ય ખાતે પહોંચાડયા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. અસંખ્ય પક્ષીઓની પાંખો કપાઈ ગઈ છે તો અનેક ની જીવા દોરી પણ કપાઈ ગઈ છે જો કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે પતંગ ઓછી ઉડી હોવાથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પરંતુ 15 જાન્યુઆરીના બપોર સુધીમાં પ્રાપ્ત આંકડા પ્રમાણે 46 જેટલા પક્ષીઓ ઈજાગ્રસ્ત થવાથી પક્ષી અભ્યારણ્ય ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા. 11 પક્ષીઓના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યુ છે અને હજુ અનેક પક્ષીઓ અલગઅલગ જળપ્લાવિત વિસ્તારોમાંથી લાવવામાં આવી રહ્યા હોવાથી ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા વિસ્તારોમાંથી લાવવામાં આવી રહ્યા હોવાથી ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા પક્ષીઓનો આંક વધે તેવુ જણાઇ રહ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande