ઝગડિયા નજીક 16 મુસાફરોને લઈને જતી એસ.ટી.બસની બ્રેક ફેઈલ
-ચાલકે સમયસુચકતા વાપરી રેતીના ઢગલા પર બસ ચઢાવી મુસાફરોના જીવ બચાવ્યા -ઝઘડિયા ખાતે એસટી બસની બ્રેક ફેઇલ થઇ-ડ્રાઇવરની સમયસુચકતાને લઇને સદભાગ્યે જાનહાની ટળી -2020નું મોડેલ રસ્તાને લીધે ખખડધજ થઈ જતા મરામતના અભાવે થઈ દુર્ઘટના ભરૂચ 15 જાન્યુઆરી (હિ.સ.
ઝગડિયા નજીક 16 મુસાફરોને લઈને જતી એસ.ટી.બસની બ્રેક ફેઈલ


ઝગડિયા નજીક 16 મુસાફરોને લઈને જતી એસ.ટી.બસની બ્રેક ફેઈલ


ઝગડિયા નજીક 16 મુસાફરોને લઈને જતી એસ.ટી.બસની બ્રેક ફેઈલ


-ચાલકે સમયસુચકતા વાપરી રેતીના ઢગલા પર બસ ચઢાવી મુસાફરોના જીવ બચાવ્યા

-ઝઘડિયા ખાતે એસટી બસની બ્રેક ફેઇલ થઇ-ડ્રાઇવરની સમયસુચકતાને લઇને સદભાગ્યે જાનહાની ટળી

-2020નું મોડેલ રસ્તાને લીધે ખખડધજ થઈ જતા મરામતના અભાવે થઈ દુર્ઘટના

ભરૂચ 15 જાન્યુઆરી (હિ.સ.)

ઝઘડિયા ડેપોની દરિયા રૂટ પરની લોકલ એસટી બસ દરિયા ગામથી પરત ઝઘડિયા આવતી હતી તે અરસામાં ઝઘડિયા અંબાજી મંદિર નજીક અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઇ હતી.બસની બ્રેક કામ નહીં કરતા ચાલકે સમયસુચકતા વાપરી રોડની બાજુમાં પડેલ રેતીના ઢગલા ઉપર બસ ચઢાવી દેતા બસ રોકાઇ ગઇ હતી. ડ્રાઇવરે સુઝબુઝ વાપરી ત્વરિત લીધેલ આ નિર્ણયથી એક મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે સંભવિત જાનહાની ટળતા એસટી બસમાં મુસાફરી કરતા લોકોએ રાહત અનુભવી હતી.

એસટી બસની બ્રેક ફેલ થવાની ઘટના દરમિયાન રોડની સાઈડમાં ચાલતા એક બાળક સહિત બસમાં બેઠેલા સોળ જેટલા મુસાફરો અને મહિલા કન્ડક્ટર તેમજ બસ ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા એસટી ડેપોનો વહિવટ દિવસેને દિવસે કથળતો જતો હોય તેવી આ ઘટના પરથી ચર્ચાઈ રહ્યું છે.બસમાં બેસેલા મુસાફરોએ ઝઘડિયા એસટી ડેપોના મેનેજર દ્વારા મનમાની કરી મનસ્વીપણે નિર્ધારીત કરેલા રૂટને બદલે ગમે તે રૂટ ઉપર બસો દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તો આજે ઝઘડિયા એસટી ડેપોની એસટી બસના યોગ્ય સમારકામના અભાવના કારણે દરિયા ગામથી પરત ઝઘડિયા આવતી બસની બ્રેક ફેઇલ થઇ જતા ડ્રાઈવરની સમયસુચકતાથી સંભવિત દુર્ઘટના અને જાનહાની ટળી હતી.મહત્વની ગંભીર બાબત એ છે કે નથી એસટી બસ નો વીમો ,ફિટનેસ કે પીયુસી તો પણ લોકોના જીવના જોખમે એસટી બસો દોડાવાય છે .

ઝઘડિયા સ્ટેશન રોડ ઉપર અંબાજી માતાજીના મંદિરની બાજુમાં બીજા મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે,તેથી આ સ્થળે રેતીકપચીનો ઢગલો હોય બસ તેના પર ચઢાવી દેવાતા સંભવિત દુર્ઘટના ટળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande