સાંતલપુર બસ સ્ટેશન પાસે રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર મોટા ખાડાઓથી મુસાફરો પરેશાન
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુરમાં બસ સ્ટેશન નજીક રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. આ કારણે રોજિંદા મુસાફરો, વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બસ ઊભી રહે ત્યારે મુસાફ
સાંતલપુર બસ સ્ટેશન પાસે રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર મોટા ખાડાઓથી મુસાફરો પરેશાન


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુરમાં બસ સ્ટેશન નજીક રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. આ કારણે રોજિંદા મુસાફરો, વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બસ ઊભી રહે ત્યારે મુસાફરોને ઉતારવા-ચઢાવવા માટે યોગ્ય જગ્યા ન મળતાં ઘૂંટણ સુધીના ખાડાઓમાંથી પસાર થવું પડે છે, જે ઈજાનો ખતરો વધારી રહ્યું છે.

આ સ્થિતિને કારણે બસ ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરો વચ્ચે બોલાચાલીના બનાવો પણ સામે આવ્યા છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે. નેશનલ ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોની માંગ છે કે આ મહત્વપૂર્ણ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં માર્ગની આવી અવગણના દુઃખદ હોવાનું લોકો કહી રહ્યા છે અને જનહિતમાં ઝડપી કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande