


પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરમાં 14 જાન્યુઆરી મકરસંક્રાંતિનું પર્વ ઇમરજન્સી સેવા 108 ની ટીમ માટે પણ સતત દોડધામભર્યું બની રહ્યુ હતુ અને 14 મી તારીખે 14 મેજર કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. પોરબંદર 108 ના જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશભાઇ તથા એકઝીકયુટીવ જયેશગીરી મેઘનાથીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મકરસંક્રાંતિના દિવસે જિલ્લાના તમામ લોકેશન પરની 108 એમ્બ્યુલન્સ વાન દિવસભર દોડતી રહી હતી અને 14 જેટલા મેજર કેસ હેન્ડલ કર્યા હતા, જેમાં સૌથી વધુ ૭જેટલા વાહન અકસ્માતના નાના મોટા બનાવ બન્યા હતા. તે ઉપરાંત અગાસી પરથી પડીને ઈજાગ્રસ્ત બનવાના પણ 3 બનાવ બન્યા હતા. પતંગના દોરાથી ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલે પહોંચાડયા હતા. તે ઉપરાંત મારામારીના પણ બે બનાવ નોંધાયા હતા. સમગ્ર ગુજરાતમાં પણ 108 નીટીમની દોડધામ મકરસંક્રાંતિના દિવસે વધી હતી ત્યારે પોરબંદરમાં પણ કામગીરી વધી ગઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya