
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના સાગોડિયા ગામના પટેલ પરિવારો દ્વારા ગુરુવારે પાવાગઢ અને જાંબુઘોડા તીર્થસ્થળે પ્રથમ સામૂહિક ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શહેરોમાં વસતા પટેલ પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ ઉજાણી દરમિયાન સામાજિક, સાંસ્કૃતિક અને પારિવારિક એકતા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાગોડિયા, પાટણ, અમદાવાદ, વડોદરા, મહેસાણા અને સુરતમાંથી આવેલા પરિવારજનોને એક મંચ પર જોડીને એકતાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજન અમદાવાદમાં રહેતા સાગોડિયા પટેલ પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. ભોજન દાતા તરીકે જીતેન્દ્રભાઈ, ચિરાગભાઈ, ભાવેશભાઈ અને જીગરભાઈ પટેલે સેવા આપી હતી. અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે અલગ અલગ સ્થળે આવી ઉજાણી યોજવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે આજના સમયમાં સામાજિક અને સાંસ્કૃતિક એકતા અત્યંત જરૂરી બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ